Featured post

How to make PIPUDI from any tree leaf whistle - પીપડાના પાનની પીપુડી, ગાજરાની પીપુડી

Image
How to make PIPUDI from any tree leaf whistle - પીપડાના પાનની પીપુડી, ગાજરાની પીપુડી   Make PIPUDI from pipal tree leaf with magic voice, a simple game to teach your child while free or take a tour to village , we was played a lot at farm and make PIPUDI with different sound practice tree leaf-whistle Get more videos here: Tailorbird nest on okra https://www.youtube.com/watch?v=TbVcY... અથાણા માટે કઇળા - Kair (ker) for Pickle - अचार वाले केर https://www.youtube.com/watch?v=WFNSf... Papaya tree | aisa papaya ka pedh kabhi nahi dekha hain ? https://www.youtube.com/watch?v=RtXt0... Trip to Manali | Solang Valley | rohtang pass | snow point - Manali Diaries Ep. 02 https://www.youtube.com/watch?v=nMZkr... Lockdown Days and Duty - MGNREGA YOJANA AND THE LACK - rural area https://www.youtube.com/watch?v=cYnKN... A journey to the Moksh - Taranga hill - મોક્ષ દ્વાર તારંગાની ઘાટીમા - Jain Tirth - Gujarat https://www.youtube.com/watch?v=PpeMA... SIDDHASHILA - TARANGA HILL - GUJARA...

Savariyo re maro savariyo popular gujarati song unknown Fact





"સાંવરિયો"
ગીત ને કોણ ચાહનારું નથી? રમેશ પારેખ ની પ્રસિદ્ધ રચના વર્ષોથી ગવાતી,રસમય બનીને સંભળાતી રચના હવે સદાય લોકકંઠે અને લોકહૈયે બિરાજેલ ગીત કવિતા છે 
મૂળ તો ગીત ગુજરાતી ચિત્રપટ માટે લખાયું - નિમેષ દેસાઈ દિગ્દર્શિત અને પરેશ રાવળ - ગોપી દેસાઈ અભિનીત ગુજરાતી ફિલ્મ "નસીબની બલિહારી" માટે લખાયેલ અને લખાયેલું પણ કેવું આકસ્મિક - મિત્ર નિમેષે અમદાવાદમાં વાત કરી કે મારી આગામી ફિલ્મ માટે ગીત લખી આપો ત્યારે .પા. બસ સ્ટેન્ડ પર મુખડું ચબરખી પાર લખ્યું ને પછી સર્જાયું અવિસ્મરિણય ગીત....
 
સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !


ગૌરાંગ વ્યાસનું સુંદર સ્વરાંકન સૌથી પહેલા આશા ભોંસલેના કંઠે ધ્વનિ મુદ્રિત થયું અને તેનું ચિત્રાંકન ગોપી દેસાઈ પાર થયું - ફિલ્મ ઘણી સારી બનેલી પણ સમયમાં બહુ ચાલી નહિ પણ ગીત ઊપડ્યું તે કેવું કે સુગમ સંગીત કે કાવ્ય સંગીત ના મંચ પરથી આરતી મુન્શી થી શરુ કરીને ગુજરાતના સહુ ગાયકોએ રચના ગાવા માંડી,શ્રોતાઓની ફરમાઈશ પણ ગીત માટે આવેજ - કેટલાક બીજા સ્વરકારોએ પણ ગીતને પોતાના અંદાજમાં સ્વરબદ્ધ કરી પરંતુ ગૌરાંગ વ્યાસ જેવી લોકપ્રિયતા સાંપડી - જોકે ગુજરાતી ગાયક ગીતમાં ".....દઈ દયે દરિયો" ની બદલે દઈ દે દરિયો બોલે ત્યારે મને કઠે હો - દયે માં જે રણકો આવે તે રમેશનો અસલી રણકો સંભળાય - એવું "બથ્થ " બોલાય તો માટીની સુગંધ આવે - તો આપણા ગમા અણગમા પણ શ્રોતાઓની સ્વીકૃતિ પામેલ રચના ચિરંજીવ રહશે
 



Comments

Home Ads

Popular posts from this blog

Which pen should I use to mark answers on an OMR sheet ? and how to do it

Nayab Chitnis Officer Work and responsibilitis Course materials GPSSB Exam

History of Girnar hill mountain and Girnar parikrama and it important