જાણો ભગવાનને શા માટે લસણ ડુંગળીનો ભોગ નથી લગાવતા લોકો? શું લસણ ડુંગળી ખાવી જોઈએ ? કે નહિ ? એનો જવાબ અહિયા છે..... વાચો..
તો વાત જણેકે એમ છે ... ભારત એક એવો દેશ છે કે જ્યાં ઘણા પ્રકારના ધર્મો અને માન્યતાઓ પાળનારા લોકો રહે છે. તેથી જ આપણી ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. બધા ધર્મમાં એક ધર્મ છે હિંદુધર્મ. હિંદુ ધર્મમાં કોઈ પણ કાર્ય પરંપરા કે રીતી-રીવાજ વગર કરવામાં આવતું નથી. અને આ જ કારણે બધા ધર્મના લોકો હિંદુધર્મ તરફ આકર્ષિત થાય છે. હિંદુધર્મમાં અનેક જાતી અને પેટા જાતિઓ છે.
મિત્રો આપણે તો સર્વપ્રથમ તેનાથી જોડાયેલી એક પૌરાણિક કથાની વાત કરીએ. જ્યારે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું ત્યારે સમુદ્રમાંથી નીકળેલ અમૃતને ભગવાન વિષ્ણુ દેવતાઓમાં વહેંચી રહ્યા હતા ત્યારે કપટથી બે રાક્ષસ રાહુ અને કેતુ પણ ત્યાં આવીને બેસી ગયા હતા. વિષ્ણુ ભગવાને તેમને પણ દેવતા સમજીને થોડું અમૃત આપ્યું. ત્યારે સૂર્ય અને ચંદ્રએ જણાવ્યું કે તે બંને દેવતા નથી પરંતુ રાક્ષસ છે. ત્યારે ભગવાન વિષ્ણુ તેના કપટથી ખુબ જ ક્રોધિત થયા અને તેમના માથા ધડથી અલગ કરી દીધા.
પરંતુ માથું કપાય પહેલા તેમણે અમૃત ગ્રહણ કરી લીધું હતું પરંતુ તે અમૃત તેમના ગળા સુધી જ હતું ત્યાંથી આગળ શરીરમાં પહોંચ્યું ન હતું. જેના કારણે તેનું શરીર ત્યાં જ નષ્ટ થઇ ગયા પરંતુ તેમના મોઢા જીવિત રહી ગયા અમૃત ગ્રહણ કરવાને કારણે આજે પણ તે જીવિત છે.
પરંતુ કહેવાય છે કે જ્યારે ભગવાન વિષ્ણુ રાક્ષસના માથાને ધડથી અલગ કરી રહ્યા હતા ત્યારે તે અમૃતના થોડા ટીપા જમીન પર પડ્યા અને તેમાંથી ડુંગળી અને લસણની ઉત્પત્તિ થઇ. માટે જ તે બંનેમાં રોગ વિરોધી લડવાના ગુણો રહેલા છે. પરંતુ આ બંને રાક્ષસોના મોં માંથી પડેલ અમૃતમાંથી લસણ અને ડુંગળી બન્યા હતા. તેથી તે બંનેમાં ખુબ તેજ ગંધ આવે છે. માટે જ તેમને દેવતાઓને અર્જિત કરવામાં નથી આવતી.
આ તો હતી પૌરાણિક કથા પરંતુ હજુ એક સામાજિક કારણ પણ છે. મિત્રો લસણ અને ડુંગળી બંનેનો સ્વભાવ ખુબ ગરમ હોય છે. તે બીમારીઓથી બચાવે છે તેમાં કોઈ શક નથી પરંતુ તેનું સેવન શરીરને ગરમી આપે છે જેથી વ્યક્તિની કામવાસનાની ઈચ્છા વધે છે. જેના કારણે તે વ્યક્તિનું મન ભટકવા લાગે છે. આધ્યાત્મ તરફ ધ્યાન નથી રહેતું. આધ્યાત્મ અને ભક્તિ ટકાવી રાખવી હોય તો કામવાસના પર કાબુ મેળવવું ખુબ જ જરૂરી બની જાય છે. માટે લોકો આધ્યાત્મ અને ભક્તિથી જોડાયેલા રહેવા માટે ડુંગળી અને લસણથી દુર રહે છે.
ચુસ્ત વૈષ્ણવ અને જૈન ધર્મ પાળનારા લોકો માત્ર લસણ, ડુંગળી જ નહિ પરંતુ તે બધા જ કંદ મૂળોનો ત્યાગ કરતા હોય છે જેનાથી મનમાં કોઈ પ્રકારની વાસના મનમાં પ્રવેશ ન કરે. જેથી કોઈ પ્રકારની તામસી કે વાસના પ્રવૃતિ ઉતેજીત ન થાય અને આધ્યાત્મમાં પોરોવાયેલા રહે.
આ ઉપરાંત ગીતામાં પણ ઉલ્લેખ કરેલો છે કે ડુંગળી અને લસણ તામસી ગુણ ધરાવે છે તેનાથી તામસવૃતિ જાગૃત થાય છે અને તેમાં આગળ કહ્યું છે કે જે વ્યક્તિ તામસ ગુણ સાથે મૃત્યુ પામે છે તેની આત્માનો પુનરજન્મ એક મૂર્ખ લોકોમાં થાય છે.
Comments
Post a Comment